MANDIR LIGHT DECORATION FOTORajkot Swaminarayan MandirJay Shree Swaminarayan
Daily Darsan :
Mahapooja Thal and rasoi Photogallery
Welcome to Swaminarayan Main Temple Rajkot

              ભોગોલિક દ્રષ્ટિ એ જોઈએ તો રાજકોટ શહેર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશનાં મધ્યમાં આવેલું છે. આ શહેર આજી નદીના કાંઠા ઉપર ખડક્વાળી ભૂમિ ઉપર વસેલું છે .અહીંથી સમુદ્ર ઘણો દુર હોવાથી અહીં નું હવામાન ભેજવાળું નથી. આ શહેરથી રણ અને પર્વતો ખુબ દુર હોવાથી અહીનું હવામાન કેવળ શુષ્ક નથી અને ભેજવાળું પણ નથી .માણસોને દરેક રીતે અનુકુળ છે .

              દરબારશ્રી વિભાજી એ વી.સં.૧૬૬૭માં શહેર વસાવ્યુ અને તેનું નામ તેમણે રાજકોટ રાખ્યું હતું.

              સમય જતા રાજકોટ રાજ્યની રાજસતા સર લાખાજીરાજ મહારાજે સાંભળી .તેમણે પોતાના શાસન સમયમાં રાજ્યો અને પ્રજાજીવનનો સર્વાંગી વિકાસ કરવાનો પ્રયત્ન કરેલો તેના શુભ ફળસ્વરૂપે રાજકોટ શહેરનો અને જે તે સમયના પ્રજાજીવનનો સારો વિકાસ થયેલો.

              વર્તમાન સમય માં ભોગોલીક , ઓધોગિક ,શેક્ષણિક, વ્યાપાર અને રાજકીય દ્રષ્ટિએ પણ આ શહેર સૌરાષ્ટ્રનું હદય મનાય છે .સૌરાષ્ટ્રનાં હદયસમા આ શહેરમાં પણ ભગવાન સ્વામિનારાયણે અનેકવાર પધારીને આ શહેરણે પોતાની પુનીત પદરજથી પાવન કરેલ છે.

                     કાળે કરીને રાજકોટ શહેરનો ખુબ જ વિકાસ થયો.અને સત્સંગીનો પણ ઘણો વિકાસ થયો. તેથી દાણાપીઠમાં જે મંદિર હતું ,તેમાં દર્શનાર્થીઓની ભીડ વધવા લાગી અને ઉત્સવ સમૈયામાં ખુબજ ભીડ થતી .આ મુશ્કેલી દુર કરવા માટે સંતો અને હરી ભક્તોએ મળીને વિશાળ જગ્યામાં શિખર મહા મંદિર કરીને તેમાં ભગવાન ની મૂર્તિઓ પધરાવવાનો નિર્યણ કર્યો. ક્યાં સ્થળે મંદિર કરવું એ અંગે ની ચર્ચ વિચારણાને અંતે એમ નક્કી કરીયુકે મંદિર માટે વિશાળ જમીન લેવામાં ઘણો ખર્ચ અને શ્રી હરિની પ્રસાદીની બોરડી જે સ્થળે છે, તે સ્થળ ‘ બદ્રિકાશ્રમ ‘ નામે પ્રસિદ્ધ છે જગ્યા ઘણી વિશાલ છે. તે જગ્યા આપણા મંદિરની માલિકીની જ છે તે માટે તે તીર્થ ભૂમિમાં જ મહા મંદિર કરવું એમ સર્વે એ નકી કર્યું . મંદિરમાં બાંધકામ અંગેની સરકારી તથા સાંપ્રદાયિક ખાતાકીય જરૂરી સંમતી મેળવી .મંદિર માટેના નકશાઓ તેયાર કરવ્યા. વી.સં. ૨૦૦૦ ના ફાગણ શૂદ ૫ ના દિવસે ભુપેન્દ્ર રોડ પર આવેલ બદ્રિકાશ્રમ તુલ્ય એ તીર્થ ભૂમિમાં સ્વામીશ્રી ત્યાગવલ્લભદાસજીના હસ્તક શિખર બંધ મંદિર બાંધકામના પાયાના ભુમીખનન ખોદકામનું મૂહર્ત કર્યું .

                  સં ૨૦૦૦ના વર્ષમાં આર ભેળું મંદિરનું બાંધકામ આશરે નવ વર્ષ ચાલ્યું.આ બંધકામમાં જે સમયમાં રાજકોટ મંદિરમાં જે સંતો રેહતા હોય તેમની સલાહ સૂચન અને સહકારથી બાંધકામનો તમામ વહીવટ જે સંતો રેહતા હોય તેમની સલાહ ,સલાહ ,સૂચન અને સહકારથી બાંધકામનો તમામ વહીવટ જે તે વખતના સ્થાનિક હરિભક્તો કરતા. લગભગ સાતેક વર્ષ સુધી આ રીતે કામ ચાલ્યું અને વી.સં. ૨૦૦૭ ના શ્રાવણ માસ મા આચાર્ય શ્રી દ્વારા સ.ગુ.શા. શ્રી કૃષ્ણવલભ્ભાચાર્ય જીની રાજકોટ મંદિરના કોઠરી પદે નિયુક્તિ થઇ. શાસ્ત્રી સ્વામી હરિભક્તો સાથે સ્નેહપૂર્વક હળી મળીને મંદિરનુ બાંધકામ ઝડપથી કરાવવા લાગ્યા. તેથી થોડા જ સમયમાં ટે મંદિર પૂર્ણ થયું. ટે સમયમાં દાનાપિઠ માં આવેલ મંદિરમાંથી ઘનશ્યામ મહારાજની મૂર્તિ આ મંદિરે લાવવી તથા એ મંદિરની વિસર્જન કરીને સંતોને આ મંદિરે  રેહવું.

 

            

 

maharajshree
Latest News
viewall
Our Communities
facebook google plus
Website Visitors
website hit counter